દૂધગંગાની પાર_૩
વધુમાં વધુ સો વર્ષ જીવનારા આપણે કૉસ્મોસના લાખો પ્રકાશવર્ષોના ઈતિહાસને કંઈ રીતે પામી શકીએ?
આવો, કૉસ્મીક સમયને એક વર્ષના ગાળામાં ગોઠવીને જોઈએ.
આપણું કૉસ્મિક કૅલેન્ડર શરું થશે બ્રહ્માંડના જન્મથી, પહેલી જાન્યુઆરીથી.
તે પછીની ઘટનાઓને મહિનાઓમાં ગોઠવતા જઈ આપણે આજના સમય સુધી પહોંચીશું. આપણી આજ બનશે ૩૧ ડિસેમ્બર.
આ પ્રમાણે જોઈએ તો પ્રત્યેક મહિનો એટલે કરોડો વર્ષ.
પ્રત્યેક દિવસ એટલે
આવો, બ્રહ્માંડની પહેલી ક્ષણ પાસે.
પહેલી જાન્યુઆરી.
બીગ બેંગ.
અત્યારે આપણે સમયના આ અંતિમ સુધી જ જોઈ શકીએ છીએ.
આપણું બ્રહ્માંડ સર્જાયું છે એક પરમાણું કરતાં પણ નાના એવા એક બિંદુમાંથી.
એક વિસ્ફોટથી અવકાશનો વિસ્તાર અને બ્રહ્માંડનો ફેલાવો શરું થયો. આપણે જાણીએ છીએ તે તમામ ઊર્જા અને પદાર્થ એ વિસ્ફોટના ફરજંદ છે.
આ વાત ચક્રમ જેવી લાગે છે. પણ, મહા વિસ્ફોટની આ થીયરીને ટેકો આપે તેવા પુખ્તા પ્રમાણ છે.
જેમાંની એક સાબિતી એટલે બ્રહ્માંડમાં હિલીયમનો જથ્થો અને વિસ્ફોટને પરિણામે વછુટેલા રેડિયો તરંગોનો ઉજાસ.
જેમ અવકાશ ફેલાતું ગયું, તે ઠંડુ પડતું ગયું.
અને ર૦૦ કરોડ વર્ષ સુધી છવાયેલો રહ્યો અંધકાર.
ગુરુત્વાકર્ષણે વાયુના ગુચ્છાઓને ગૂંથવાનું અને પકવવાનું શરું કર્યું. છેવટે પહેલો તારો ચમક્યો.
તે હતી, દસમી જાન્યુઆરી.
તેરમી જાન્યુઆરીએ તારાઓ ગોઠવાતાં શરુઆતની નાની નાની આકાશગંગાઓ રચાઈ.
તે આકાશગંગાઓ ભળીને મોટી આકાશગંગાઓ, આપણી દૂધગંગા સહિત, રચાઈ. આશરે અગિયાર કરોડ વર્ષ પહેલાં. આપણા કૉસ્મીક વર્ષની પંદરમી માર્ચે.
હજારો, કરોડો સૂર્ય.
તેમાં આપણો કયો?
હજી તે જન્મ્યો નથી.
તે તો બીજા તારાઓની રાખમાંથી ઉગવાનો છે.
પેલો ચમકતો રંગીન પ્રકાશ દેખાય છે?
તે પ્રત્યેક છે સુપરનોવા. વિશાળ તારાના મૃત્યુનું તાંડવ.
તારાઓ મૃત્યુ પામે છે અને જન્મે છે, તારોડિયાના ઘોડિયામાં.
વાયુઓના અને કણોના વિશાળ વાદળો ઠંડા પડતાં ઝાકળ બિંદુની જેમ.
તારાઓ એટલા બધા ગરમ હોય છે કે તેમની અંદર પરમાણુઓના કેન્દ્રો સંયોજાય છે. જેને પરિણામે બંને છે આપણો પ્રાણવાયુ, આપણી માંસપેશીઓમાંનો કાર્બન, આપણા હાડકામાંનું કેલ્શિયમ અને આપણા લોહીમાંનું આયર્ન. કંઈ કેટલાય સમય પહેલાં નાશ પામેલા તારાઓના ધધકતા ભીતરમાં એ બધું સર્જાયેલું.
તમે, હું, આપણે બધા સિતારાઓના બનેલા છીએ.
સિતારાઓનો એ સામાન સતત ગૂંદાતો, ગૂંથાતો, કેળવાતો ગયો, તારાઓની પેઢીઓ મારફતે.
હજી આપણા સૂર્યના જન્મને કેટલી વાર છે?
ઘણી બધી.
હજી બીજા છ કરોડ વર્ષની.
આપણા સૂર્યનો જન્મદિન છે એકત્રીસમી ઑગસ્ટ.
આજથી સાડા ચાર કરોડ વર્ષ પહેલાં.
આપણા સૂર્ય મંડળના બીજા ગ્રહોની સાથે સાથે, વાયુ અને વિસ્ફોટીય કણોમાંથી પૃથ્વી બની અને તાજા જન્મેલા સૂર્યની ફરતે ચકરાવો લેવા માંડી.
સતત ચાલતી અથડામણોને કારણે ભંગારનો એક દડો બન્યો.
ઍસ્ટ્રોઈડ્સ?
ના. એટલે દૂર નહીં. આપણી સાવ નજીક.
આપણું અસ્તિત્વ છે કારણકે ભંગારનો એ દડો એક ઈંચ જેટલો ડાબે નમ્યો.
અનંત બ્રહ્માંડમાં એક ઈંચથી શું ફેર પડે?
પડે.
જોઈએ પછી.
જન્મ પામ્યાના શરુઆતના દસ લાખ વર્ષ દરમ્યાન પૃથ્વી એક ધકધકતો ગોળો હતી.
ભંગારના વેરાયેલા ટુકડા પરસ્પર અથડાયા, સંયોજાયા અને ઠંડા પડીને ચંદ્ર બન્યો.
અવકાશીય અથડામણોની ભેંટ છે ચંદ્ર.
જો તે સમયની પૃથ્વી પર ઊભા રહીને ચંદ્ર જોઈએ તો તે આજના કરતાં સો ગણો વધારે ચમકતો દેખાતો.
એ વખતે ચંદ્ર આજના કરતાં દસ ગણો નજીક હતો. આજના કરતાં ઘણા વધારે ગુરુત્વાકર્ષણથી બંધાયેલો.
પૃથ્વી ઠંડી પડી અને સમુદ્રો બનવા શરું થયા.
એ વખતે ભરતીના મોજાં હજારો ઘણા ઊંચા ઉછળતા.
યુગો વહ્યા અને પૃથ્વી પરના ભરતીઓટની ખેંચતાણે ચંદ્રને દૂર ધકેલ્યો.
લગભગ એ સમયે પૃથ્વી પર જીવન ધબકવું શરું થયું, એકવીસમી સપ્ટેમ્બરે, ચાળીસ લાખ વર્ષ પહેલાં.
જો કે, આપણને હજી ખબર નથી કે પૃથ્વી પર જીવન કેવી રીતે શરું થયું.
એક ધારણા એવી છે કે તે આપણી આકાશગંગાના બીજા કોઈ ભાગમાંથી આપણે ત્યાં આવ્યું.
આપણા જીવનનું પારણું કઈ રીતે બંધાયું એ વિજ્ઞાનનું એક પણ ઉકલ્યુ રહસ્ય છે.
નવમી નવેમ્બર સુધીમાં જીવન ધબકતું, હલનચલન કરતું, પાચન-ઉત્સર્જન કરતું અને પોતાના વાતાવરણ સાથે અનુકુલન કરતું થઈ ગયેલું.
સમુદ્રમાં ખદબદતા માઈક્રોબ્સ જીવન રસાયણને ઉત્ક્રાંત કરવાની પ્રક્રિયામાં લાગી ગયેલા.
તેમના ઘણા અહેસાન છે આપણા પર.
અને હા, તેમણે સૅક્સ નિપજાવ્યું.
સત્તરમી ડિસેમ્બર એક ખાસ દિવસ છે.
જાતજાતના સંજીવ અને વનસ્પતિ થકી સમુદ્રોમાંના જીવનમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો.
ટીકટાલીક છે પહેલું પ્રાણી જેણે ધરતી પર પહેલો પગ મૂક્યો.
તેને તો એમ જ લાગ્યું હશે, જાણે બીજા ગ્રહ પર આવી ગયો હોય.
જંગલો, ડાયનાસોર, પક્ષીઓ, જીવજંતુ...આ બધા ઉત્ક્રાંત થયાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે.
અઠ્ઠાવીસમી ડિસેમ્બરે ખીલ્યું પહેલું ફૂલ.
જૂનાં જંગલ ફાલ્યા, દટાયા અને તેમના અવશેષ બન્યા કોલસો.
આપણે તે કોલસો બાળીને આપણી સંસ્કૃતિને પાળી પોષી છે.
યાદ છે પેલો જરાક ડાબે ફંટાયેલો ઍસ્ટ્રોઈડ?
એની ભૂમિકા અહીં છે.
ત્રીસ ડિસેમ્બર, છને ચૉવીસ.
હજારો લાખો વર્ષો સુધી ડાયનોસોર પૃથ્વી પર અધિપતિ થઈ ફરતા હતા. ત્યારે આપણા પૂર્વજ, નાના સસ્તનધારીઓ પૃથ્વી પર રેંગતા હતા.
પેલા ઍસ્ટ્રોઈડે બધું બદલી નાખ્યું.
ધારો કે, તે પૃથ્વી પર પટકાયો ના હોત!
જો, એ પૃથ્વી ચૂકી ગયો હોત તો હજી ડાયનાસોર પૃથ્વીપતિ હોત.
પણ, એમ ના થયું.
નિમિત્તનું જડબેસલાક ઉદાહરણ. કુદરત અને અસ્તિત્વમાં નિયતીની ભૂમિકા.
બ્રહ્માંડની ઉંમર થઈ છે સાડા તેર લાખ વર્ષ.
અને હજી આપણું નામોનિશાન નથી.
સમયના અનંત દરિયાને સમેટી આ કૉસ્મિક કૅલેન્ડરમાં ગોઠવીએ તો વર્ષના છેલ્લા દિવસના છેલ્લા કલાકમાં આપણી હાજરી દેખાય છે.
૧૧: ૫૯ અને ૪૬ સૅકન્ડ.
આપણો સમગ્ર નોંધાયેલો ઈતિહાસ છેલ્લી ચૌદ સેકન્ડમાં સમેટાયેલો છે.
બધા રાજાઓ, યુદ્ધો, શોધખોળ, પ્રેમ, ઈતિહાસના પુસ્તકોમાં જે કાંઈ છે તે બધું આટલામાં થઈ ગયું.
કૉસ્મીક કૅલેન્ડરમાં એ ટચૂકડી ક્ષણને ઉકેલવી હોય તો આપણે પ્રમાણ બદલવું પડશે. સમયને થોડો ધીમો પાડવો પડશે.
આપણી વાત શરૂ થાય છે કૉસ્મીક વર્ષની છેલ્લી રાતે.
આપણે અંતરીક્ષમાં નવાણિયા છીએ.
નવા વર્ષની પૂર્વ સંધ્યાના ૯:૪૫.
સાડા ત્રણ લાખ વર્ષ પહેલાં, આપણા પથ્થરના સાધનો રુપે નિશાનીઓ મૂકી ગયા.
આપણે કરોડ પર ઊભા થયા અને જુદા જુદા રસ્તે ચાલ્યા.
બે પગ પર ઊભા થતાં આપણી આંખ પણ જમીનની મર્યાદામાંથી છૂટી થઈ.
હવે આપણે મુક્ત હતા, આકાશને તાકવા અને નવાઈ પામવા.
આપણા અસ્તિત્વનો મોટો સમય, ૪૦,૦૦૦ પેઢીઓ સુધી આપણે શિકારીનું ભટકતું જીવ્યા. સાધન બનાવવા, અગ્નિ પર કાબુ કરવો, ચીજોનું નામકરણ કરવું...એ બધું કૉસ્મિક કૅલેન્ડરના છેલ્લા કલાકમાં થયું.
એ પછી શું થયું તે નજીકથી જોવા આપણે સમયને હજી ધીમો પાડવો પડશે. આવો જોઈએ, છેલ્લી મિનીટ.
આપણે એટલા નાના છીએ કે સાહીઠ સેકન્ડ,ત્રીસ હજાર વર્ષ પહેલાં તો આપણા પૂર્વજોએ ગુફા ચિત્ર પણ દોર્યું નહોતું.
એ પછી આપણે ખગોળ વિજ્ઞાન શોધ્યું.
હકીકતમાં, આપણે ખગોળ વિજ્ઞાનીઓના સંતાન છીએ. શિયાળાની આગાહી કરવા કે ધણને લઈ જગ્યા બદલવા તારાઓની સ્થિતિ જાણવી જરૂરી હતી.
દસ હજાર વર્ષ પહેલાં, એક ક્રાંતિકારી ઘટના ઘટી.
આપણા પૂર્વજ પ્રાણી, વનસ્પતિ પાળવાનું અને વાતાવરણ સાથે અનુકુલન કરવાનું શીખ્યા.
ખેતી સાથે તેમનું જીવન સ્થાયી થયું.
તેને કારણે બધું જ બદલાઈ ગયું.
ઈતિહાસમાં પહેલીવાર આપણી પાસે આપણે ઊંચકી શકીએ તેના કરતાં વધુ સામગ્રી આવી.
તેનો હિસાબ રાખવાની જરૂર ઊભી થઈ.
મધરાતની ચૌદ સેકન્ડ પહેલાં, છ હજાર વર્ષ પહેલાં, આપણે લખવાનું શરૂ કર્યું.
આપણને દાણા ગણવાનું શરું કર્યે હજી ઝાઝો સમય નથી થયો.
લેખને આપણને વિચાર સાચવતા, સમય અને કાળમાં આગળ સુધી પહોંચાડવાની સુવિધા આપી.
માટીની સ્લેટ પર લીટા આંકી આપણે મૃત્યુ પર કાબુ કરવા ધાર્યું.
એટલાથી દુનિયા ખળભળી ઊઠી.
મોઝેસ જન્મ્યા સાત સેકન્ડ પહેલાં.
બુદ્ધ, છે સેકન્ડ પહેલાં.
જીસસ, પાંચ સેકન્ડ.
મુહમ્મદ, ત્રણ સેકન્ડ.
બે સેકન્ડ પહેલાં પૃથ્વીના બે છેડાને એકબીજાનો પરિચય થયો.
અને છેક છેલ્લી સેકન્ડે આપણે કુદરતના રહસ્ય અને નિયમ સમજવા વિજ્ઞાનનો ઉપયોગ શરૂ કર્યો.
વિજ્ઞાન, એક પદ્ધતિ તરીકે એટલું શક્તિશાળી સાબિત થયું કે માત્ર ચાર સદીમાં ગૅલીલીયોના ટૅલીસ્કોપથી શરૂઆત કરી આપણે ચંદ્ર પર પગ મૂકી આવ્યા.
સ્થળ-કાળની સીમા વટોળી બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વને સમજવાની તક વિજ્ઞાને આપી.
બ્રહ્માંડે પોતાને સમજવાનો માર્ગ છીએ આપણે.
To be continued next Sunday.
#સ્થળકાળનીગાથા
#Cosmos
#cu