અયોધ્યા મંદિર-મસ્જીદને વધાવવા-વખોડવા પર તરત કુદી શકું એવું મનોમેદાન મારી પાસે નથી. એ બાબતે ક્યાંય પણ ઊભા રહેવા મારા પગ તળે જમીન નથી. ધાર્મિક સંસ્કાર કે નાગરિક તરીકેના ઘડતર વચ્ચે ઝૂલતું મારું ત્રાજવું કોઈ બાટ શોધે છે. માણસાઈ શું છે? આવા સવાલ લઈ હું ઈતિહાસ પાસે જાઉં છું. ચિત્તમાંથી એક યાદ ઝમે છે, 'પ્રોમિસ્ડ લૅન્ડ.' શું છે તે?
પાકિસ્તાન કે આતંકવાદની સમસ્યા ઉઠે એટલી વાર ઈઝરાયેલનું ઉદાહરણ આમેય ભારતીય ચિત્તને પ્રસાર માધ્યમોએ ધવડાવ્યું છે.
માણસજાત સમૂહમાં રહેતી થઈ, કબીલા વસાવ્યા અને પોતાને નડતી બાબતો માટે, પોતાને ગુનેગાર ઠેરવવામાં ટેકો કરે તેવા કોઈ તત્વને મનમાં સ્થાન આપ્યું. "શિકાર ના મળ્યો/ વરસાદ ના પડ્યો/ પુર આવ્યું/ ધૂમકેતુ દેખાયો ; મારાથી અથવા મારાનાઓથી કંઈક ભૂલ-ચૂંક / પાપ થયું." ભૂલ થઈ એટલે માફી-સજા આવ્યાં. પાપનું પ્રાયશ્ચિત આવ્યું. અને ભૂલ હોય તો તેની વિરુદ્ધની સ્થિતિ, સારું કામ અથવા પુણ્ય હોવા સ્વાભાવિક હતાં.
યહુદી પ્રજા ઈઝરાયેલ કહેવાયેલા વિસ્તારના છૂટાછવાયા દસેક કબીલાઓમાંના બે કબીલાની બનેલી જાતિ હતી જેને મોઝેસ મળ્યા. એમ તો ઈઝરાયેલની હદ ઈજીપ્ત સુધી લંબાય છે. ભારત કંદહાર સુધી જાય એવું કંઈક. જ્યારે ઈજીપ્ત પોતે રાજ્ય તરીકે વિકસ્યું ત્યારે તેનો વિસ્તાર ઈઝરાયેલ સુધી પહોંચ્યો. તે દરમ્યાન, સોલોમનનું મંદિર તોડી પડાયું અને યહુદીઓ વિસ્થાપિત થયા, તેમણે વેરાઈ જવું પડ્યું, ફેરોઆહની સેવામાં લાગવું પડ્યું. ઈશ્વરે મદદે આવીને ઈજીપ્શીયન્સ પર શ્રાપ લગાવવા શરૂ કર્યા, જે ઈજીપ્તના દેવતાઓની ય પહોંચ બહાર હતા. દસમો અને છેલ્લો શ્રાપ હતો : ઈજીપ્તના દરેક સજીવનો,પછી તે ફેરોઆહ હોય કે ગરીબ સ્ત્રી કે બકરી, પહેલો પુત્ર મૃત્યુ પામશે.
યહુદીને ઈઝરાયેલ મળ્યું, ફરીથી વીખરાવા માટે. મંદિર બંધાયું, ફરી તૂટવા માટે.
બીજી વાર, નવું બનાવાયેલું મંદિર તૂટ્યું, બીજી વાર યહૂદીઓએ વેરાઈ જવું પડ્યું.
ઈશ્વરે યહુદીને સરસ જમીન આપેલી અને બીજા ઈર્ષ્યા પામે તેવી સગવડો સહિત આપેલી. પણ, ઈશ્વરે નિયમો પણ બનાવેલા, શર્ત મૂકેલી. જેમાંની એક હતી : કોઈ તત્વને પ્રતિક નહીં બનાવવાનું. બળવાખોર(આ વિશેષણ જ આપેલ છે સંબંધિત સાહિત્યમાં) યહુદી ઈશ્વરની શર્તને આધીન રહી ના શક્યા અને શ્રાપનો ભોગ બન્યા : " જા! દુનિયાભરમાં ફેલાઈ જા!"
અને, દયાળુ ઈશ્વરે એક આશિર્વાદ પણ આપેલો. પ્રોમિસ્ડ લૅન્ડ! "તને ઘર મળશે."
આજે એમ લાગે કે તેને શ્રાપ ગણવો કે આશિર્વાદ? ગુજ્જુ માઈબાપનું એક સંતાન અમેરિકા અને બીજું ઑસ્ટ્રેલિયા હોય એ સદ્ભાગ્ય ગણાય! ખુદ યહુદી માટે પણ. કેમકે, જેટલા યહુદી ઈઝરાયેલમાં છે તેનાથી કેટલાક જ હજાર ઓછા યહુદી અમેરિકામાં છે. પણ, કબીલાઈ માનસિકતાના એ કાળમાં શ્રાપ તરીકે ઉદ્ગારાયેલ વચનને બે હજાર વર્ષ સુધી યહુદી શ્રાપ તરીકે માથે ઓઢીને ફર્યો અને દરેક ધાર્મિક ગાન પછી ગાતો રહ્યો, " 'લ પન્ના હબા, બૅ યૅરુશલાઈમ", "આવતા વર્ષે જેરુસલેમ!"
યહુદીએ 'પ્રોમિસ્ડ લૅન્ડ' સંપાદન કરી. પણ, જેરુસલેમમાં ત્રીજી વાર સોલોમનનું મંદિર નથી બંધાયું. યહુદી બે હજાર વર્ષ જૂની એ કડી હજી ગાય છે. હવે મંદિર બાંધવા નહીં, વધુને વધુ નવા ઈઝરાયેલને ઘડવા, "ૐ ધ્યૌ શાંતિ:"ના અર્થમાં.
Joseph Fielding Smith:
The descendants of Abraham, the tribes of Israel, became the chosen people of the Lord according to the promise. The Lord honored them, nourished them, watched over them with a jealous care, until they became a great nation in the land the Lord had given to their fathers. Notwithstanding this tender care and the instructions and warnings this people received from time to time through their prophets, they failed to comprehend the goodness of the Lord and departed from him. Because of their rebellion they were driven out of their land and eventually were scattered among the nations. Their priesthood was lost and they were left in spiritual darkness. (Doctrines of Salvation, 1:164-165)
૧: https://en.m.wikipedia.org/wiki/L%27Shana_Haba%27ah#
૨: https://en.m.wikipedia.org/wiki/Temple_in_Jerusalem
૩ : https://en.m.wikipedia.org/wiki/Jewish_diaspora
૪ : https://www.vox.com/2014/8/5/18002022/what-are-the-ten-plagues