કેમ રહ્યો છે ઘેરાઈ આટલો ઘેઘુર સ્નેહ?
ઉત્કટ આટલા બેય તોય કેમ વિખુટા દેહ?
એંધાણ બધાં પુરના, આગાહી કરતા ફરે લોક
મેઘ ધરતીના તારા મૈત્રકને ચકડોળે રમે ચોક
વાયરા બધા ઓતરાદા છતાં કેમ આવા વેહ?
કોક ઘેલા જણને મોકલો કાઢે કોઈ તોડ
વેવાર મૂકી કોરાણે બાંધે હવાઈ રોડ
આમ ભીના સપનાં કેમ જાળવવા કોરે કોરે દેહ ?
ઉત્કટ આટલા બેય તોય કેમ વિખુટા દેહ?
એંધાણ બધાં પુરના, આગાહી કરતા ફરે લોક
મેઘ ધરતીના તારા મૈત્રકને ચકડોળે રમે ચોક
વાયરા બધા ઓતરાદા છતાં કેમ આવા વેહ?
કોક ઘેલા જણને મોકલો કાઢે કોઈ તોડ
વેવાર મૂકી કોરાણે બાંધે હવાઈ રોડ
આમ ભીના સપનાં કેમ જાળવવા કોરે કોરે દેહ ?
No comments:
Post a Comment