14.11.14

ટોળું

ટોળું, ભઈ અમે ટોળું
ભળાવો ઇ ભાળીએ ઈમ ભોળું

અમ્મારા ઘા ઈની આપે ભરાય ઈને ઉઘાડા પડ્યાનો ના છોછ
તમુની સેવકતા ચય્મ ગાય મારાં દુખણા ઈમાં ના ડૂબે મારી ચોંચ

કરવ્યે આકરા તમ બોલવું સુંવાળું
ધોળામાં સોહે જ્યમ કાળું

રૂપાળા જણ રુપાળે માંડવે ગજાવે ગનાન મુંને રોકડાને પોટલીમાં રસ
ઈમના હમાણાં સપનાં મારી ઝેણકીની આંખ્ય ભાળે તોય બાપુ મારે તો બસ

હંધું વાયદા ચેડે રમતું માળું
લસપસતી જીભ્યો સાચ પર તાળું

No comments: