#રંગ 2
લીલો
લીલાની રંગછાયાઓ એટલી વૈવિધ્યભરી છે કે સરગમના શાસ્ત્રીય બંધનમાં બેસે નહીં. એટલે સંગીત ચાહકોએ 'લ'ને 'હ'ની જેમ રમાડ્યો. 'લા...લા...લા...'નો 'લ' લીલાનો છે, લાલનો નહીં.
લીલા પુખ્ત નામ છે, લાલા-લાલી જેવું લાડકું નહીં. તેના નટખટ રમતિયાળપણાને લોક અહોભાવથી સ્વીકારી લે.ક્રિયા તરીકે લીલા અદ્ભુત અને નરી ભારતીય છે. લીલાની રંગછટાઓમાંથી તે તારવ્યું હશે કે ? કુમળા પાનની લીલાશ એકદમ ભોળી,નરવી,નાજુક અને અડવી હોય જયારે વયસ્ક લીલો ખાસો ઘૂંટાયેલો,લથપથ અને ભ્રમણા જેવો. પર્ણ અને લીલો એક સિક્કાની બે બાજુ જેટલા એકરૂપ છે. 'પાન લીલું જોયું ને ...' ભીનાશ સળવળે. લીલો ભેજ અને ભાવ છે.

લીલો જયારે કચ માંડે ત્યારે ઇર્ષ્યા છે. ઇર્ષ્યામાં ભેજ છે- 'હું' પોતાને છોડી 'તે' હોવાની ઇચ્છા જેટલો પલળે છે. લીલો છમ્મ થાય ત્યારે કિશોરીના પગનું ઝાંઝર, વરસાદની સુગંધ અને વાવણીનું લોકગીત છે.
લીલા કપડાં અને સુધાર્યા પછી ભાજી ધોવાનો જેમને અનુભવ છે તેઓ જાણે છે કે પાણીમાં વારંવાર નીતર્યા પછીય લીલો મૂળ વસ્તુ કે પદાર્થની રોનક ઝાંખી થવા દેતો નથી. જીવંતતાના પ્રતિબિંબ જેવી તેની છાપ જોનારના શરીરમાં તાજગીપ્રદ રસાયણ ચુવાડે છે. સૂરજના કિરણોને ભરી પી જનાર આ રંગ આગળ પાણી તો ભુ પીવે.
પાણીયા લીલાને ઝાંખો કરવા બાળ કલાકાર તેમાં પાણી ઉમેર્યા કરે,ઉમેર્યા કરે. લીલા સમજવું એમ ક્યાં રમત વાત છે! બીજા રંગ ઉમેરતાં એ કે ગાઢો થાય ક્યાં સાવ ફરી જાય. એક સફેદને એ ગાંઠે અને જરીક પોપટિયો થાય.
ભીની મહેંદીની મહેંકમાં મસ્તાન થયેલ સમાજનું ધ્યાન એના રંગ પર ના ગયું એટલે સુકાયેલી છાપના રંગને નામ મળ્યું. સ્થગીતતા અને નિષ્કાળજીની છડી જેવી લીલને જો આ ચોંટડૂક નામ ના મળ્યું હોત તો ગૃહિણીઓ તેના પ્રત્યે વંદા સરીખી સુગ દાખવત.

#withCU
No comments:
Post a Comment