મારી વિચારમાળા સ્વકેન્દ્રી છે. પંચકુલા બળે છે એટલે હું મારા હાથ તપાસુ છું.
કેટલીક ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોનો આંટો મારવાનો અનુભવ છે. મોટે ભાગે ત્રીજી મુલાકાત નથી થઇ. પહેલી મુલાકાત ઉત્કંઠા, ઉત્સાહ અને ખુલ્લા મનથી કરું. બીજી મુલાકાતમાં બેનીફીટ ઓવ ડાઉટ. ત્રીજી પહેલાં ત્યાગ. સાંઇ મકરંદ દવેએ હસીને કહ્યું હતું, “જોઇ આવવાનું.”
બધે એક પેટર્ન જોવા મળે : સ્કુલની જેમ યુનિફૉર્મ હોય, એક ધૃવ વાક્ય -જેને મંત્ર કહેવામાં આવે તે હોય-જે અનુયાયીની પ્રત્યેક વાતનું ત્રીજું વાક્ય હોય. ઓળખ બનાવવાના -ટકાવવાના ધંધા. ધર્મ પ્રચાર. માર્કેટિંગની આ મફત તક મલ્ટીનેશનલ્સને નસીબ નથી. પછી દિનવિશેષ અને ઉજવણીઓ. સામાજિક -આર્થિક સંબંધ કેળવવા-વધારવાના માધ્યમ. છેલ્લા દસકામાં મારા નજીકના વર્તુળમાં લોકોને ચોક્ક્સ સંપ્રદાયમાં વટલાતા જોયા છે -ધંધાના વિકાસ માટે. તે સંપ્રદાયના ચુસ્ત અનુયાયી વાહિયાત માતાપિતા હોય છે એ મારું તારણ છે.
લગભગ તમામ સંપ્રદાય ભૌતિક સફળતા આપવાની વાતો કરે છે. આધ્યાત્મિકતા હવે આપણી જરુરિયાત નથી રહી. એ રોજના વોટ્સેપ સુવિચાર સાથે ઉગે-આથમે છે. આપણે દિકરાને એન્જિનિયર બનાવવા સ્કુલ સિલેક્ટ કરીએ એ રીતે પહેલું સંતાન દિકરી હોય તો બાબા સિલેક્ટ કરીએ છીએ. રાઇટ ટુ પ્રાયવસી?આપણા બાબાઓ લવ મેકિંગનો ટાઇમ અને ફોરપ્લેની વિધી નક્કી કરે છે. એ પછી બાબાઓ જ બાળકોની કરિયર, જીવનસાથી બધુ સેટ કરી આપે છે. ખાલીપીલી ભૌતિક વિટંબણાઓ શા માટે કરવી? આપણે બાબાભજન કરો ને બાબા આપણા કામ કરશે. બાબા વાદળ પણ વરસાવસે અને પાણીયારું ય ભરશે. આપણને ગીતાની ય ગાઇડ જોઇએ છે.
વિવેકાનંદે આ મતલબનું કહ્યાનું યાદ છે: પહેલાં રોટી આપો પછી… અમુલ તેના સભાસદોનો સર્વે કરાવતી રહે છે. કેટલાક દસકા પહેલાના સર્વેમાં ડિમાન્ડ આવતી પશુ સારવારની સવલતોની,વાસણોની.પછી શાળાની, આધુનિકતાના માર્ગદર્શનની, પછી નોકરીની. લાજમી છે.
પણ, ‘વિકાસ'ની સંકલ્પનાએ જુદા પ્રકારની જરુરિયાતો ઊભી કરી છે. દેહધાર્મિક, સામાજિક વર્તુળમાં સમેટાયેલી જરુરિયાતો હવે વિસ્તરીને પાવરગેઇમ બની છે. આપણે કેટલી સરળતાથી વાઇ-ફાઇને પ્રાથમિક જરુરિયાતના પિરામિડના પાયામાં મુકી દીધી? જરુરિયાત અને સગવડ, need and facility and luxury, ભેદરેખાઓ ભૂંસાતી રહી અને આપણે એ ભેદભૂંસુ ફાકતા રહ્યા. વળી, આપણે સાધનશુદ્ધિને અવગણી. એટલે આપણે એવા નેતાને વધાવી લઇએ છે જે જીતતો હોય-ગમે તે રીતે. એવા બાવાને નમીએ છીએ જે 'ડિલીવર' કરે. વોર તો ઠીક, આપણે લવમાં ય એવરીથીંગ ફેઅર સ્વિકારી લીધું છે. તો ડેરા સૌદાના ઇંસા પિતાપ્રેમને તો વશ છે ! જેમ કેટલાક દેશપ્રેમને વશ હોય છે.
ડેરાના ટોળાને ભાંડતા પહેલાં પોતાની ભિતર જોવું મને જરુરી લાગે છે. મને લેટેસ્ટ ફોન જોઇએ તો મારી હેલ્પરને ય એનું મન હોય. કેમ, આપણે મોટા સપનાં સેવવાનું નથી શિખવતાં? આજે હેલ્પરની પહોંચ નથી તો તે નો-કોસ્ટ ઇ.એમ.આઈ. લેશે, સંતાન વેચશે. બીજી શું કરી શકે એ સંભાવના કવિની કલ્પના જેટલી સમૃદ્ધ છે. વળી, બધું આપણે ઉતાવળે જોઇએ છે. ઇનસ્ટંટ. રેડી ટુ કુક. બાબતને કેળવવાનો , પચવવાનો સમય કાઢવાની ધિરજ નથી. ધિરજ એ સમયના પ્રમાણમાપમાં સમાય એવી રાશિ નથી.
કોઇ નવું ટી.વી ના લે, ગાડી ના વસાવે તો તે કંજૂસ, ચોખલિયું, ગાંધીવાદી,અસામાજિક છે. વાસણની ય ફેશન નિકળે. આપણને સતત કસ્ટમર બનાવવાના નુસખા હવે સૌને વિદિત છે. “આટલું કમાઉ છું તો વાપરું નહીં?” તો એ પ્રમાણે બાવો ય એક બ્રાંડ તરીકે પોતાને સ્થાપિત કરે છે અને આપણે આપણા વિકાસની જરુરિયાતો અનુસાર એમને જીવનમાં વસાવીએ છીએ. સુવા માટે ચોક્કસ ઓશિકું જોઇએ એમ એ બાવાને આપણું કુશન બનાવી લઇએ છીએ. ધર્મ જેવી ઇરેશનલ ઘટનાને પ્રગતિશીલ, વૈજ્ઞાનિક ઠેરવવા મનઘડંત-મનપસંદ દલીલ કરીએ છીએ. સારે જહાં સે અચ્છા, મેરા કમીઝ તેરે સે સફેદના આલાપમાં મેરા બાબા તેરે સે બેટર.
વિકાસ પામવાની આપણી હોડને સૌ પહેલાં બાબાઓએ અને પછી શિક્ષણના વ્યવસાયિકોએ એનકેશ કરી. રાજકારણ આ બાબતે ય પાછળથી જોડાયું. ટોળુ બન્યા પછી નીમાતા ચરાવનારની જેમ. સર્વાંગી શિક્ષણ? મુક્તિ અપાવે તે વિદ્યા? શું ગાંડા કાઢો છો, બેન! જ્યાં કોમ્પ્યૂટર માટે રમત અને ચિત્રના તાસ રદ કરાતા હોય, જ્યાં મા-બાપ કહેતા હોય: “ભાષા-સામાજિક છોડ, ગણિત-વિજ્ઞાન પર જોર કર.” ત્યાં કયા નાગરિક શાસ્ત્રની વાત કરવાની?
આપણે કોને સફળ બનાવી રહ્યા છીએ? જે શબ્દ જાહેરમાં બોલાતો નહીં તે શબ્દો દુકાન-હોટેલ-ગીતમાં છુટથી વપરાય છે. Anything can be great and awesome. You just need to be mediocre and consistent, and yes, a thing.
શ્રદ્ધા. દિશાઓ ફેરવી નાખતી શ્રદ્ધા ઇશ્વરની મોહતાજ નથી. આ બાવાબ્રાંડ કેફ બીજું કઇ હશે, શ્રદ્ધા નહીં. શ્રદ્ધા ઠારક છે, દાહક નહીં.
આપણે શબ્દોના અર્થ ફ્લિપ કરી લીધા છે.

No comments:
Post a Comment