ટિકિટ નક્કી કરતાં વેંત ફ્રેન્ડે કહ્યું હતું કે થાઈલેન્ડ વેશ્યાઓ માટે વિખ્યાત છે. છતાં મારા ચિત્તમાં એ વિગત બેઠી નહોતી. જાણે કે ‘એવી’ વિગત પર ધ્યાન આપવાની આડોડાઈ પર તે ઉતર્યું’તું. એક વાત એમ પણ ખરી કે ભલે એમ હોય, અમારે ક્યાં એ વાતોમાં પડવું છે! અમારી પડીકાબંધ પ્રવાસ આયોજનમાં એવાં સ્થળોનું સ્થાન થોડું હોય ! પણ એ ખાધેલી થાપ ઠરી. પતાયા જગવિખ્યાત છે એની વોકિંગ સ્ટ્રીટ માટે. અમે ભલે એ નામધારી ગલીમાં પગલાં ના માંડ્યા પણ પતાયાની કઈ ગલી ગણિકાના પગલાથી અછૂતું છે !
બીજી એક ગણતરી એ ચુકાઈ કે અમારી યાત્રા પડીકાબંધ હતી. વિદેશગમન અથવા ફરવા જવુંની શુદ્ધ ભારતીય વિભાવાનાવાળા ગુજ્જુ,મરાઠી,પંજાબી અને દીલ્લીબંધુનો પરિચય હતો એમાં આ વખતે મદ્રાસી ય ઉમેરાયા. નિરુદ્દેશ ભ્રમણને પચાવી બેઠેલા દેશી બાંધવબહેનો દરેક નીરસ પ્રવૃત્તી અને સમયની ફેફડાફાડ મજા લેતાં હતાં. તેમના મનોરંજન માટે દરિયો,બિકની ઓઢેલી ગોરી ચામડી,મફત સાબુ-શેમ્પૂ, તાજા ખરીદેલા મોંઘાં ઘમછો પહેરેલ પત્ની/પતિનો મોટી ફ્રેમના ચશ્માં મઢ્યો ચહેરો અને પોતે કેટલાંક હજાર ખર્ચી શક્યા છે તે ખયાલ પૂરતા હતા. મમ્મી માટે વિમાનનું ઉડાન અને દરિયામાં ચણિયા સમકક્ષ સ્કર્ટ ભીંજાય એમ ચાલવું આધ્યાત્મિક સંતોષ હતા. હું નિરપેક્ષ હતી.
ફ્રેન્ડે એ વોકિંગ સ્ટ્રીટની માહિતી મેળવી લીધી હતી અને તે અંગે તેને વ્યક્ત કરેલ ઉદાસીનતાનું સ્થાન નર્યા વિસ્મયે લીધું હતું. પડીકાબંધ યાત્રાના કંટાળાને એ મદિરમાં વહાવવા મથતી હતી અને કશુંક રસપ્રદ ખોજી કાઢવાની તીવ્ર ભૂખ એને ઉશ્કેરતી હતી. કેટલાંક સો બાટ ખર્ચીને પશ્ચિમી સભ્યતા જેને ‘બીના’ ગણે એવી પ્રવૃત્તિઓ જોવાનો મને ઉમંગ જ ઉઠતો ના હતો. હા, એક સવાલિયા વિસ્મયની છાંટ ચિત્તમાં હતી. અને ફ્રેન્ડના કંટાળેલા જીવને રાજી કરવાનો હેતુ. પણ મારા એ મનને કળી ગયેલ ફ્રેન્ડ મારી ઈચ્છાની ઉપરવટ મને ઢસડવા તૈયાર ના થઇ. એ તેની અમેરિકન વ્યક્તિ સ્વાતંત્ર્યની કદરની વૃત્તિ હતી. મારા સવાલિયા વિસ્મયને પતાયાના બીચ રોડ પર જવાબો મળવા માંડ્યા હતા. જયારે નિયોન પ્રકાશ પૃથ્વીને અજવાળતો હોય ત્યારે પતાયાની કઈ ગલી વોકિંગ સ્ટ્રીટ બનવાથી બાકાત હતી !
આછા છાંટણાથી શરુ થયેલ વરસાદ એકધારી મધ્યમ ધારે મંડાયો ત્યારે અમારે બીચ પગરસ્તા પર ક્રમિક ઉભેલા વૃક્ષોમાંથી એકને આશરે જવું પડ્યું. ત્યાં ત્રણ યુવાનો અને એક મહિલા પણ આશ્રિત હતા. તે સ્ત્રી વસ્ત્રો પરથી ગણિકા જણાઈ. મારા મોઢામાં કડવોતૂરો સ્વાદ ધસી આવ્યો. મારી અને ફ્રેન્ડની અંતરંગ ટીખળ ચાલુ જ હતી. ત્રણ યુવાનોમાં સૌથી મોટા જણાતા યુવાને પેલી ગણિકા સાથે વાતચીત શરુ કરી. દરમ્યાન ફ્રેન્ડની નજર આઈરિશ પબ પર પડી અને તે પોતાના આઈરિશપણાને આગળ કરી પબ તરફ ધસી. એક થાઈ પુરુષ આવ્યો અને હોર્ડિંગ જેવું જણાતું એક પાટિયું પેલી ગણિકાને આપી ગયો. તેની પાસે તેવાં બીજા પાટિયા પણ હતા અને તે કેમ હતા તે સમજી શકાય એમ હતું. બધાંના મનમાં પાટિયાનું છત્ર મેળવવાની લાલસા સળવળી તે સૌના પગના સળવળાટથી સ્પષ્ટ હતું. પેલા ત્રણ યુવાનોમાંના સૌથી નાના યુવાને મારી સાથે વાત કરવું શરુ કર્યું. તે ત્રણ મદ્રાસી હતા અને પતાયા માટે જ થાઈલેન્ડ આવ્યા હતા. મે બોલાવેલી ટેક્ષીની રાહ જોતી હું ત્યાં અટકી ઊભી. મારા મોઢામાં અટકી ગયેલો કડવોતૂરો સ્વાદ મગજની દલીલો વડે ધોવાઈ રહ્યો હતો. ગણિકા સાથે વાત કરી રહેલ યુવાનનું વર્તન પેલી ગણિકાને અકળાવતું હતું એમ લાગ્યું કેમકે તે તેને ટાળતી હતી. વરસાદ નહી અટકતાં આખરે યુવાનો ચાલ્યા ગયાં. પેલા હોર્ડીંગના છાપરા હેઠળ અમે ત્રણ રહ્યાં ; ગણિકા, હું અને મમ્મી. મમ્મીની હાજરીમાં ભજવાઈ રહેલ આ જીવનનાટ્ય માણી શકાય એવું તો ના જ હતું. મેં પેલી મહિલાને પુછ્યું,’ ક્યાં સુધી અહીં ઉભા રહેશો?’ ‘સવારના ચાર કે પાંચ સુધી.’ પોતાના પાકીટમાંથી પ્લાસ્ટીકની કોથળી કાઢી. મને કહે, ‘ બાથરૂમ જઈને આવું.’ અને એ રસ્તો ક્રોસ કરતી સામે તરફ દોડી ગઈ. ડી આવી. પવનનું જોર વધ્યું હતું. ઠુંઠવાતા અમે બીજી ટેક્ષી શોધી હોટેલ પર પહોંચ્યા.
ચોપાસ વેરાયેલી સ્વચ્છતા, દરેક મકાન એર કન્ડીશન્ડ, બેફિક્ર ગુમતા દુનિયાભરના ચહેરા...મારા ચિત્તમાં સવાલોનું તુમુલ જામ્યું હતું : જે દેશની આવક ‘આ’ ધંધા પર નભતી હોય તેને આવા વિકસિત દેખાવું કઈ રીતે પોસાતું હશે? કે આ દેખાવ પણ મેઇક અપની જેમ જરૂરી છે? શું આ સ્ત્રીઓને કોઈ હીન ભાવ થતો હશે કે સાંસ્કૃતિક ઢબના એક ભાગ રૂપે આ વ્યવસાય તેમણે સ્વીકારી લીધો હશે? એ પુરુષોના ચિત્તમાં શું રમતું હશે જેઓ સેક્સ ખરીદતા હશે? ભાવતાલ કર્યા પછી કરાતો સ્નેહ તેમને કયા પ્રકારનો સંતોષ આપતો હશે?
થાઈલેન્ડ જોઈ મને લાગ્યું કે અમેરિકા આ કરે છે દુનિયા સાથે. ગગનચુંબી મકાનો, વિજળીપેટ્રોલનો ઉપભોગ કરવો જ પડે તેવી વ્યવસ્થા, સસ્તા ભાવે મળતાં વસ્ત્રોવસ્તુઓ, શક્ય તેટલાં ટૂંકા અને પારદર્શક વસ્ત્રોમાં ફરતી કિશોરીઓયુવતીઓસ્ત્રીઓ. ફ્રેન્ડ જેવી અમેરિકી વ્યક્તિને પણ લાગ્યું, અહીં સ્ત્રીઓ જે રીતના કપડાં પહેરે છે તે જોઈ ખબર નથી પડતી કે કોણ ગણિકા છે અને કોણ નથી. કોલોનાઈઝેશનનો એક ચહેરો. જ્યાં રાજા અને પ્રધાનમંત્રી અમેરિકાના શબ્દકોશ પ્રમાણેના વિકાસની દિશામાં લઇ જતાં હતા. જ્યાં પૂર્વીય સંસ્કૃતિ રાજાના રામ નામમાં, નમસ્કારની મુદ્રામાં, વાનગીઓમાં અને મંદિરોમાં સમેટાઈ જતી જણાઈ. એક શોપિંગ મોલ(ઇન્દ્ર માર્કેટ) આગળ બ્રહ્મા જેવાં લાગતી બુદ્ધની મૂર્તિ આગળ પસાર થતાં થતાં ઝડપથી નમન કરતી ટૂંકોત્તર વસ્ત્રોવાળી કિશોરીને જોઈને મારું લાગણીતંત્ર સન્ન થઇ ગયું.
પર્યટન સ્થળોએ સ્થાનિક લોકોનું વર્તન વિદેશીઓ અને દેશીઓ સાથે જુદું હોવાનું હમેશાં અનુભવ્યું છે. કેટલીક ‘સગવડો’ સાથે સમાધાન કરી લેતા દેશીઓ ના જોયેલી કેટલીક સગવડોનો દુરુપયોગ કરે છે; જયારે વિદેશીઓ એકવાર પ્રાપ્ય સગવડ અંગે સ્પષ્ટતા કરી લીધાં પછી કસ કાઢી લેવામાં પડતાં નથી. અમારા બાથરૂમ સ્લીપર વપરાયેલા જણાતા અને ડેસ્ક પર કોઈ બાળકે દોરેલ ચિત્રવાળું કાગળ મળતાં રૂમ બરાબર સાફ નથી એમ ઠેરવી અમેરિકન ફ્રેન્ડે રૂમ બદલાવેલો.
પતાયામાં ભારતીય રેસ્તોરાની તલાશમાં અમે જઈ પહોંચ્યા એક સુરતીના ફાસ્ટ ફૂડ સેન્ટર પર. ત્યાં અમને આવકાર આપ્યો પોતાને પંજાબી કહેવડાવતા રાવલપિંડીના શખ્શએ, અમારા માટે મસાલેદાર ચા બનાવી ઉત્તરાખંડના વિજયે અને મંચુરિયન બનાવ્યાં બર્મિઝ બહેને. બેકગ્રાઉન્ડમાં એ તમામની આર્થિક મજબુરીની સિતાર વાગતી રહી છતાં દિલ બાગ બાગ થઇ ગયું.
આ પ્રવાસ માટે મેં મગજને તાળું મારીને આંધળુકીયું જ કર્યું હતું, કદાચ ઓવર કોન્ફીડન્સમાં. એટલે કોઈ માહિતી મેળવવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. એક કારણ એ પણ ખરું કે મમ્મીને વિદેશ બતાવવાનો વિચાર એટલો હાવી હતો કે બીજું કઈ ના કરાય-જોવાય તો ય વાંધો નહી એમ મનમાં બેસી ગયું હતું.
એ ભૂલ હતી. એમ ના જ કરાય.
મમ્મીને તો સંતોષ જ છે કેમકે એને બીજા વિકલ્પોની જાણ નથી. મારા મનને પટાવવા એ ચીન્ગમ ચાલે એવી છે.
બાય ધ વે, ત્યાંના રાજકુંવરનું નામ જે હોય તે, તે રાજા બને એટલે રામ કહેવાય. અત્યારે રામ-૯નુ રાજ્ય તપે છે તે એ.સી. મઢ્યા ઉષ્ણ કટીબંધીય દેશમાં.

No comments:
Post a Comment