જ્યારે ચોમાસું ચાર માસ ચાલતું, ભાદરવો ભરપૂર ખાબકતો ત્યારે પૂર્વોત્તર ફેલાયેલી ટેકરીઓની આમ તળેટી પણ ગામ કરતાં ઊંચી ટેકરી પર આવેલી નિશાળના રસ્તે વરસાદી પાણી વયસ્ક માટે કેડસમાણું થઈ જતું. અઢી-ત્રણ ફૂટની ઊંચાઈવાળી ઉંમરે તે ઘૂઘવતા પાણીમાં ખેંચાઈ ઘરે પહોંચવું ગમતું. પણ, રસ્તામાં નાળાં આવતાં. એટલે વડિલો બાળકોને લેવા નિશાળે આવી જ જતા. મને મામા 'તેડવા' આવતા.
ગામનું પહેલું વહેલું ટી.વી. શનિરવી છોકરાં ટીવી માલિક બચુમામાને થકવી નાખે. હું પણ ત્યાં જોવા જાઉં. મને, મોસાળમાં બધે મળતી એમ, ખાસ સવલત મળે- ટીવીની સામે બેસવાની. 'સફેદ હાથી' ફિલ્મ હતી તે રાત્રે. બચુભાઈનો ટીવીવાળો ઓરડો ખીચોખીચ ભરાઈ ગયેલો. કંટાળેલા ટીવી માલિકે ઘર અંદરથી બંધ કરી દીધેલું. કોઈ કારણસર હું મોડી પડી હતી. મારા મામાએ બારણું ખખડાવી, ખોલાવી, 'નૈતિક' ભાષણ આપી દીધેલું નાનકડું-"ભૉણીન જોવા નથી ખોલતો!" આજે ય એ ફિલ્મના અમુક દ્રશ્ય યાદ છે.
નવરાત્રીએ વેશભૂષા હરિફાઈ. પાંચમામાં ભણતી મેં ભરવાડણ બનવાનું ઠેરવેલું. કેટલાક ભરવાડ સાથે પેઢીગત સંબંધ. તેઓ બીજે સ્થળે જતા ત્યારે તેમનો કિંમતી સામાન અમારા કોઠારમાં સચવાતો. તે દિવસોમાં ભરવાડોએ કેટલાક ડૂંગર વટાવવા પડે એટલે આઘે ડેરા નાખેલા. અમે- હું અને મામા, તે ડૂંગરો વટાવીનેય 'ડ્રેસ' લઈ આવેલા. એટલા ડૂંગર કે આજે વિચારું તો ટ્રેકિંગના અનુભવો પછી પણ નર્યું ગાંડપણ લાગે. નંદુમામા મારે માટે એવાં ગાંડપણ કરતા.
ક્યારેય વહેવાર અને તહેવાર ચૂક્યા નહીંં. હક આવડ્યો નહીં, ફરજ ચૂક્યા નહીં. તેમના યથાશક્તિ તાંદુલ બધાને હંમેશાં મળતા રહ્યા. 'નાનાની મોટાઈ' રૂઢીપ્રયોગ મારા નાનામામા પર ચોટડૂંક બેસતો.
તેમને મેં પરિસ્થિતિવશ ખવાતા ય જોયા.
અને અમારા સંબંધના પરિમાણ બદલાયા. તેમને મારા પર ગજબ ભરોસો રહ્યો. છેલ્લી ઘડી સુધી.
મૃત્યુ ડરાવતું નથી મને. પણ, સ્મૃતિઓના પુલના પીલર એક પછી એક ખરે ત્યારે મૂળિયાં ખળભળી ઊઠે છે. તે સમયના લાંબા-પહોળા અમારા આંગણામાં એક કુવી હતી. પહાડ જેવા પાત્રોથી સભર મારા જીવનમાં નર્મદાશંકર તે કુવી હતા.

No comments:
Post a Comment