ઝાંપા વગરની, એક ફૂટ જાડાઈની કમ્પાઉન્ડ વૉલ વટાવીને પૂર્વ દિશામાં ત્રણ પગથિયાં જેટલું ચઢી ઉત્તર તરફ ડગ ભરીએ એટલે પહેલાં આંગણાનો ધૂળિયો ભાગ અને પછી લીંપણ વાળો ભાગ આવે. ધૂળિયા ભાગેથી ઢોરની અવરજવર થાય, રાતના વાસણ એ ભાગમાં ઘસાય, ઘઉં-ચણાનો ઓળો ત્યાં શેકાય. લીંપણ વાળો ભાગ જાણે કે સામાજિક વહેવારની શરૂઆત કરતાં 'આવો' કહેતો. પહેલી વાર આંગણામાં પ્લાસ્ટર કરાવેલું તે પણ લીંપણ વાળી હદ સુધી જ કરાવેલું. દિવાળી પછી બા અને મામી ફળિયાના સ્ત્રી સમુદાય સાથે લીંપવા બેસતાં ત્યારે આંગણા અને પરસાળને છૂટી પાડતી ઓટલી પર બેસીને હું જોયા કરતી. આજે જેને હું 'સોના જેવી' કહું છું એવી માટી પથરાતી, ચોમાસામાં ધોવાઈ ગયેલા લીંપણને ઉખેડીને. પછી પાણી છાંટી પગ વડે ગૂંદી એ ભાગ મજબૂત કરાતો. પછી ઘાસ-તણખલાં દૂર કરી સાફ કરાયેલા છાણ-માટીના ગૂંદેલા મિશ્રણને નાના નાના જથ્થામાં ચોક્કસ અંતરે ખપ પૂરતી ઢગલી કરાતો. જેથી, લીંપનારને સામાન લેવા ઊઠવું ના પડે. લીંપનાર તપેલીમાં પાણી લઈ બેસતું. એક બાય અડધા ફૂટના ભાગની માટી પર લંબાઈમાં બંને હાથ જોશભેર ઘસીને માટી સમથળ કરાતી. પછી સીમેન્ટીંગની જરૂરિયાત પુરતું છાણ-માટી મિશ્રણ લેવાતું અને માટી પર ભાર દઈને ફેલાવાતું. વચ્ચે- વચ્ચે જમણા હાથની હથેળીમાં પાણી લઈ આંગળીઓ વડે છંટાતું. પછી કેળવાયેલા હાથ આંકળી પાડતા. એ કૌશલ પર બાળપણથી વારી વારી જવાયું છે. મને પણ એ સફાઈદાર કામ કરવાનું મન થતું. મારા માટે બા-મામી થોડો ભાગ સમથળ કરી છોડી દેતાં. બીજી દિવાળી સુધી પોતાની અણઘડ આંકળીઓ જોઈ છાતીમાં હરખ ભરાયેલો રહેતો. દરેક વ્યક્તિની આંકળી ઉકલી જતી, તે વ્યક્તિની આવડત અને નિષ્ઠાની ચાડી ખાતી.
લીંપણના ઉત્તર ભાગે ગમાણ રહેતી. દિવસ દરમ્યાન ઢોર ત્યાં રહેતું. હવે ત્યાં ગાડીઓ બંધાય છે.
ઓટલીઓ વચ્ચેથી પ્રવેશતાં ચાલીસ બાય દસની પરસાળ આવતી. ડાબી તરફના ભાગે, સીમેન્ટના 'પ્લાસ્ટર' તળિયાના એક ચોકઠામાં 'અમદાવાદ' રમત અંકાવેલી બાપુજીએ. સંતાનો, દીકરા-દીકરી જ નહીં, પુત્રવધુઓને ય ભણાવવાની સૂઝ રાખનારા બાપુજીની સમજનું એ 'અમદાવાદ' ચોકઠું વધું એક ઉદાહરણ બની રહેલું. બંને વૅકેશનમાં બધા ભાડરડાંનો દિવસ તેને ફરતે પસાર થતો.
પરસાળને જમણે છેડે 'ઓય્ડી'. આસપાસના ગામોના સગાં-સબંધીઓના વિદ્યાર્થીબાળનો વિસામો, પરીક્ષા સમયે વાંચન કેન્દ્ર. મામા-માસીઓના મોંઢે તેઓ અને તેમના મિત્રો 'ઓય્ડી'માં કેવું ભણતા અને ઉંમર શકે ઊ આનંદમસ્તી કરતા એ સાંભળીને મનમાં ચોંટી પડેલું કે ભણવું હોય તો 'ઓય્ડી'માં બેસવું. આગળ ભણી ગયેલાઓના તપના તરંગ જાણે ત્યાં ઘૂમરાતા હોય એવી અનુભૂતિ થતી.
ઓરડીની પરસાળ તરફી દિવાલ અને ઘરની મુખ્ય દિવાલનો ખૂણો પડે તેમાં માપસર બેસે એવી પાટ બાપુજીએ બનાવડાવેલી, બાપુજીની છાપ જેવી મજબૂત, પહોળી, ઊંચી. જેમને જોયાની મને સ્મૃતિ નથી એવા બાપુજીના મોટાભાઈ મણીદાદાનું સ્થાન ત્યાં હતું. એટલે, મણીદાદા જોયા ન હોય તેવા મારા પછીના બાળકો માટે પણ એ મણીદાદાની જ પાટ હતી. ત્યાં બેસી બાળકો ગૃહકાર્ય કરતાં, બપોરે કોઈ 'સિએસ્ટા' કરતું અને મહેમાન ઈચ્છે તો ત્યાં જ ગોઠવાતાં. લાઈટ આવ્યા પછી ઈસ્ત્રીશુરા નંદુમામા સાથે એ પાટ એક જ દ્રશ્યનો હિસ્સો બની ગયેલી.
મુખ્ય પ્રવેશદ્વાર, 'બાય્ણું' નવ ઈંચ જાડા લાકડાનું. લાકડાના ચોકઠા પર ફૂલ-પત્તીની ભાત કોતરેલી, બંને બારણા પર પાંચ-છ ઈંચના ચોરસ બનાવી તેમાં ફૂલની ભાત અને દરેક ચોરસના કેન્દ્રમાં પીત્તળનો ખીલો જડેલો. ખીલાની નીચે, ચોરસ અને ફૂલના કેન્દ્રમાં ફૂલ જેવી જ ભાત વાળી પીત્તળની તકતી જડેલી. જમણા બારણામાં ચારેક ફૂટની ઊંચાઈએ એક તકતી બારણાના લાકડા અને ખીલા વચ્ચે ચકરડીની જેમ ફરતી રહે એમ છૂટી પડી ગયેલી. ના તો કોઈએ તે ખીલો ઠીક કરાવ્યો, ના તે ફૂલ આકારની તકતીને ચોંટાડવા પ્રયત્ન કર્યો. કેમકે, ઘર-ફળિયાનું પ્રત્યેક નાનું બાળક રડવા ચઢે ત્યારે તેને તેડીને કોઈ વડીલ પેલી તકતી ફેરવતા અને તેના ફરવા સાથે ઓગળતી ધારોના વિસ્મયમાં પ્રવેશી પ્રત્યેક રડતું બાળક રાજી થઈ જતું.
તે બારણાં કોઈ જાદુથી કમ ન હતાં. અઢાર ઈંચ જાડી દિવાલમાં નવ ઈંચ જાડા બારણાં બંધ થયા પછી ય પહોળાઈ બચતી. બારણાં બંધ કર્યા પછી અંદરના ભાગે સેફ્ટી લૅચ તરીકે 'આડુ' હતું. જમણી દિવાલના પોલાણમાં તે આડુ દિવસભર છુપાયેલું રહેતું. રાત્રે ચાર ચોરસ ઈંચની જાડાઈ- ચારેક ફૂટ લંબાઈનું તે આડુ દિવાલમાંથી બહાર કાઢી ડાબી તરફની દિવાલમાં માપસરના પોલાણમાં ફીટ કરાતું. ફિલ્મોમાં કોટનો દરવાજો તોડવા સૈનિકો, હાથીઓને મથતા દ્રશ્ય બાળપણમાં જોતી ત્યારે તે દરવાજાની મજબુતાઈ પર શંકા ન જતી. તેના પ્રોટોટાઈપ બારણાં મારા અનુભવમાં હતાં. આડા ઉપરાંત એક ઊભા સેફ્ટી લૉકની વ્યવસ્થા પણ હતી. તે લૉક બહારથી પણ ખોલી શકાતું. બારણાં પર બનાવેલી ચૉરસ ભાતના ભાગ તરીકે જ એ ગોઠવણ 'સ્માર્ટ' વ્યવસ્થા હતી. જાણકાર વ્યક્તિ તે લૅચને બે આંગળી વડે ઊંચો કરે ત્યારે અંદરની તરફ ઉંબરાના ખાડામાં ચસોચસ બેસેલું લાકડું ઊંચું થતું અને 'લૉક' ખુલી જતું.
ઉંબરાનો સાડા ત્રણ ફૂટ બાય અઢાર ઈંચનો ખરબચડો પથ્થર નૃસિંહ અવતારની વાર્તા જાણ્યા પછી મારે મન મહત્વનો બની ગયેલો. અનકૉન્સ્યસલી, તે પથ્થર પર મેં નૃસિંહ અવતાર અનેકો વાર 'જોયેલો', કેમકે મારી પંકાયેલી જિજ્ઞાસુ જીગર મને પોતાને પ્રહલાદ સાથે એકરૂપતા આપતી.
પચ્ચીસ બાય પચ્ચીસનો મુખ્ય ઓરડો, કેટકેટલા લાઈફ ઈવેન્ટ્સનો સાક્ષી, ફિઝિક્સ અને ફિલોસોફીના પ્રતિક જેવી એક પાતળી થાંભલીને ટેકે હતો. ઓરડાને જમણે છેડે 'ઍલ' શેઈપમાં પાણીયારું, સીમેન્ટ વડે મોર ચીતરેલું. પાણીયારાના 'ઍલ'ના ટૂંકા છેડે રસોડાનું બારણું. જમણી તરફ, ઈશાન ખૂણે પહેલાં ચૂલા હતા, બે. શિયાળામાં રાત્રે તેની આગળ બેસી જમવું ગમતું. પછી પ્રાયમસ- કૅરોસીન સ્ટવ આવ્યો, ગોબરગેસ આવ્યો અને છેલ્લે બાટલા ગૅસ બદલાયો.
મુખ્ય ઓરડાનો જ એક ભાગ, નાની ઓટલીથી છૂટો પડતી ઉત્તર તરફ વીસ બાય પચ્ચીસની ગમાણ. બે બળદ, ત્રણ ભેંસ હતા ત્યારથી તેની સ્મૃતિ શરૂ થાય છે મારે માટે. તે પહેલાં એક ઘોડી સહિત પંદર ઢોર સમાતાં તેમાં. ગમાણની ઉપરના માળે વર્ષ ભરનું ઘાસ-પૂળા ભરાતા. ભણવાની ઓય્ડીની દિવાલે લાકડાની સીડીથી તે ઉપરના માળે જવાતું. 'હુંને ચંદુ છાનામાના...' ગીતના કાતરિયાની વ્યાખ્યા કરતાં લાંબું-પહોળું. ત્યાં ખાટલામાં ઘાસ પાથરી કેરી પકવવા મૂકાતી. બપોરે વડીલ સમૂહ ચાર પાંખો વાળા ગામના પહેલા પંખા નીચે આડા પડખે થયો હોય ત્યારે કેરી ચૂસવા ત્યાં ચઢવાનો રોમાંચ રહેતો. થ્રીલ મારા નસીબમાં નહોતી. મને, ભાંણીને કોઈ લડતું નહીં.
મુખ્ય ઓરડાની પૂર્વ દિવાલની અડધી લંબાઈને આવરીને છત સાથે ૪૫°ને ખૂણે દેવી-દેવતાઓના ફોટા લગાવેલા. એ તો પાછળથી ખબર પડી કે એ બધી રાજા રવિ વર્માના 'પેઈન્ટીંગ'ની પ્રત હતી. ચકલીઓ તેની પાછળ ઘર બનાવતી અને તે શુભ મનાતું. બાકીની અડધી લંબાઈએ લગાવેલાં પાટીયાં પર તાંબા-પિત્તળ-સ્ટિલનાં ચકચકિત લોટા, ઘડા, બેડાં ગોઠવાયેલા રહેતાં. તે જ દિવાલના પાણીયારા તરફના છેડે, તળિયાથી એક વેંત ઊંચે, દિવાલમાં જ બનાવેલું 'દેવ સેવાનું તાકુ' હતું. 'ભગવાંન ન ભણતર શિવાઆય કશુંય કૉમ ની લાગઅ.' એ સલાહ ટીનેજ સુધી બરાબ્બર અપનાવેલી. પછી ભણતર જ ભગવાન બની ગયું, તે પણ નિષ્કામ.
મુખ્ય ઓરડાની પાછળ કોઠાર વાળો ઓરડો. ઉત્તર-દક્ષિણ બંને તરફની દિવાલોમાં બે-બે એમ કુલ ચાર કોઠાર. સો મણ અનાજ સમાઈ જાય. અનાજ ભરવાનું હોય ત્યારે ઉપરથી વાંસ-કાગળના માવાથી ઘરે જ બનાવાયેલ ટોપલા વડે ઠાલવવાનું. કાઢવાનું થાય ત્યારે, વળી એક જાદુગરી જેવી વ્યવસ્થા. બહારની તરફ દસ બાય દસ ઈંચના પોલાણમાં પતરું એમ ગોઠવેલું કે તેને ઊંચું કરતાં કોઠારમાંનું અનાજ દબાણ વશ ઝડપથી ધસી પડતું. ખપ પૂરતું અનાજ કાઢી પતરું પાછું ફસાવી દેવાનું. તે કોઠારમાં ઘરેણાં ય રખાતાં. પરિવારનાં અને અમારા પર વિશ્વાસ મૂકી પોટલામાં કિંમતી સામાન મૂકી જતા કેટલાક ભરવાડ પરિવારોના પણ. પૉલીશ વગર ચમકતા ભરવાડના સોનાના ઘરેણાં જોયા પછી સોનાની કિંમત અંગે ક્યારેક શંકા નથી થઈ. તે ઓરડાની ભોંય રેડ ઑક્સાઈડથી રંગેલી. જનોઈ માટે માતાજીના જવારા કરવા સમાજના પરિવારો માટેની સૌથી અનુકૂળ જગ્યા. તેના ઈંટ જેવા ઘાઢ 'ક્રિમઝ્ન' લાલને કારણે પવિત્રતાનું પ્રતીક લાગતું. એ જ ઓરડામાં ચોપાટ દોરેલી. પરિવારની કેટલીક ઘટનાઓ અને મહાભારતની ધૃત સભાના સંદર્ભમાં તે ચોપાટ પ્રત્યે મનમાં સૂગ બેસી ગયેલી. જેમની સૂઝ, સમજ, નૈતિકતાની ગાથાઓ પરિવાર, ગામ, સમાજના મોંઢે સતત સાંભળેલી, ફોટામાંના ચહેરા પર પણ જેમની પ્રજ્ઞા સ્પષ્ટ દેખાતી તે બાપુજીએ શા માટે ચોપાટ દોરાવાની 'ભૂલ' કરેલી એ પ્રશ્ને ખૂબ સતાવેલી. કોઈ જવાબ વગર એ સવાલ મોટપણે ખરી પડેલો.
બાપુજી, મમ્મીના પપ્પા, બાપુજી જ હતા. તેમનું એક જ પણ મધુર ચિત્ર મારી સ્મૃતિ પાસે છે, તેમના પેટ પર બેસી દૂધ પીતી વખતે મને દેખાતો તેમનો ખુશહાલ ચહેરો. શક્ય છે કે તે સ્મૃતિ અસલ નહીં, વડિલોની વાતોને કારણે મારા મને બનાવી કાઢી હોય. કેમકે, બાપુજીનો ખોળો તો મારી પોણા બે વર્ષની ઉંમરે છૂટી ગયેલો. બાપુજી. 'નાના' શબ્દ નથી ગમતો. હું તો એ વાતાવરણમાં ઉછરેલી જ્યાં મમ્મીના પપ્પા ય 'દાદા' જ હતા. 'નાના' શબ્દ એક વ્હાલના ઢગલાને નાના બનાવવાનું ષડયંત્ર લાગે છે.
છેલ્લો ઓરડો નળિયાં સજ્જ ત્રાંસી છતનો છેડો હોવાથી નીચો હતો, સાંકડો પણ. તેમાં એક ખૂણે જૂનું રસોડું, બીજી તરફ 'જણ' માટેની જગ્યા. 'જણ' એટલે વાર્ષિક ચૂકવણું આપી ઘર માટે રોકેલ સાથીદાર. તે ઓરડીને ઝાઝી દિવાલ ન હતી, બારણાં પણ નહીં. દિવાલ અને બારણાના નામે જાળી હતી. ચાળીસ બાય છના તે ઓરડામાં ખેતીનાં ઓજાર પડી રહેતા.
તે પછી વાડો. વિશાળ, લગભગ એંસી બાય દોઢસો ફૂટ લાંબો-પહોળો. તેથી વધારે હશે. ચોમાસામાં અડધા વાડામાં ભીંડા, ગુવાર અને ચોળી કરાતાં. વિજ્ઞાન ભણતાં થયાં પછી અમો ધાંણા ઉર્ફે કોથમીર કરાવતાં. શિયાળામાં વાલો'ર', દૂધીના વેલા વાડે આપોઆપ ઉગી નીકળતા. શાક ખરીદવાની ચીજ છે એ સંકલ્પના જીવનમાં મોડેથી પ્રવેશેલી. વાઢણી પછી પરા'ર'ના ઢગલા મંડાતા. જેમાં રમવાની, સૂકું ઘાસ કરડતું છતાં, અથવા એટલે, મજા આવતી. કમોસમી વરસાદ પડે ત્યારે વાડામાંથી અનાજ ઘરમાં લાવવા જે ઊચાટભરી ધમાલ થતી, અમે બાળકો સુધ્ધાં અમારી ટોપલીઓ વડે ખિસકોલી કામમાં લાગી જતાં, એ ફઈડકો આજે ય કમોસમી છાંટા વખતે ધબકી જાય છે.
ઉનાળામાં રાત્રે વાડામાં ખાટલા પથરાતા. શિયાળામાં સવારે ત્યાં ભણવા બેસતાં. સૂર્યને મેં વાડામાં ઊગતો, આંગણામાં આથમતો જોયો હતો. વિજ્ઞાન ભણ્યા પછી ય, ભાભીના પિયરમાં સૂર્યને ઘરની સરખામણીમાં 'જુદી' જગ્યાએ ઊગતો જોવો માનવામાં નહોતો આવ્યો. પોતાના પર હસવું આવેલું કે વરધરીનું ઘર મારા કોસ્મોસનું કેન્દ્ર બની ગયેલું.
વાડાની દક્ષિણ તરફ આઠ બાય દસનું બાથરૂમ, નાવાની ઓય્ડી. બાથરૂમના ઈશાન ખૂણે ચૂલો અને અંદર જ હેન્ડપંપ. શિવજીએ ત્રણ વાર ન્હાવાની આપેલી આજ્ઞાનું પ્રતિક લાગતું અમારૂં બાથરૂમ મને. મે મહિનામાં ય પાણી ગરમ કરીને ન્હાવાના સંસ્કાર અમદાવાદની ગરમીથી ધોવાયા. એમ છતાં, જ્યારે ગરમ પાણીથી સ્નાન કરવાનું હોય ત્યારે તે લાકડા જેવું હોય તો જીવને 'ઠીક' રહે છે.
"ઘરને ય ઉંમર નડે. બદલાતા જમાના, જરૂરિયાત સાથે તેને ય ઍડજસ્ટ થવું પડે. પંચ્યાસી વર્ષનું એ ઘઈડ્યું અને પછી નંદુમામાનું કહેવાતું ઘર હવે સ્મૃતિ શેષ બની ગયું છે.

No comments:
Post a Comment