બ્રહ્માંડ આકાશગંગાઓ બનાવે.
આકાશગંગા તારા.
અને તારા બનાવે ગ્રહ...
તારા બનાવે દુનિયા.
બ્રહ્માંડમાં જીવનના એવાં નગર ખરાં જે ખોવાઈ ગયા હોય?
બ્રહ્માંડના નાગરિક બનવા વેરો ચૂકવવાનો છે.
અવકાશભીરું પ્રજાતિ તરીકે આપણે જે ગ્રહોની મુલાકાત લેવાના છીએ, તે દુનિયાઓને ચેપ લગાડવા બાબતે અને પાછા ફરીએ ત્યારે આપણી દુનિયા માટે પણ ચેપ ફેલાવનાર બનીશું કે કેમ તે ચિંતા કરવી રહી.
આંતરગ્રહીય સુરક્ષા માટે પ્રોટોકોલ બનાવી કાઢ્યા છે આપણે. નાસાએ બ્રહ્માંડની દુનિયાઓના પાંચ પ્રકાર નક્કી કર્યા છે. પૃથ્વીનો ચંદ્ર, ઉદાહરણ તરીકે, પહેલા પ્રકારની દુનિયા: જીવનહીન જગ્યા- જ્યાં ના તો આપણા માટે કોઈ ખતરો છે, ના આપણે તે જગ્યા માટે જોખમ છીએ.
સૌથી વધારે જોખમી પ્રકાર છે પાંચ નંબરનો -પ્રતિબંધિત /restricted, જેમકે મંગળ. ત્યાંના મૂળવાસીઓ -ભૂતકાળના અથવા તો વર્તમાનના- સપાટીએથી સંતાઈને અથવા આપણી દ્રષ્ટિ નથી પહોંચી એવી જગ્યાઓએ હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.
આપણે ખૂબ સાવધાન રહેવું પડે, આપણા પોતાના માટે અને મંગળ પર હોઈ શકનારા જીવન માટે.
પ્રતિબંધિત પ્રકારની દુનિયાઓ હોવાનું સ્વિકારવું એટલે જીવનની છટકી જવાની પ્રતિભા સ્વિકારવી.
જ્યાં જીવને ધબકવાની શરૂઆત કરેલી, એવી દુનિયાઓ કે જ્યાં જીવન હોઈ શકે અથવા હતું તેવી, પોતાના મહાસાગરો તળે જીવનના નગરો દાટી બેઠેલી દુનિયાઓથી પાછા ફરનારા પ્રત્યેક પ્રાયોગિક મિશનના નમૂનાઓને ઉક્ત વાત લાગુ પડે.
પણ, એક રીતે આપણા રૉબૉટીક દૂતો પોતે જ- આપણા લૅન્ડર્સ, રોવર્સ અને ઑરબીટર્સ- પાળ ઓળંગી શોધવાની, નવો વિસ્તાર સર કરવાની માનવીય વૃત્તિ પડઘાવે છે. તેનો અર્થ એમ કે જેવું તેમનું કામ પુરું થાય, આપણે તેમને પૂરા કરી નાખવા પડે.
બિચારા જૂનોની જેમ.
વર્ષો સુધી ગુરુની જાસુસી કર્યા પછી નાસા તેને કબરમાં મોકલી રહ્યું છે. એટલા માટે નહીં કે ગુરુની ચિંતા છે. તે વિશાળકાય વાયુ ગોળાને લગતા આપણા આવનારા સંશોધનો પર એક સ્પેશક્રાફ્ટને કારણે કોઈ અવળી અસર પડે તેવી શક્યતા નહિવત્ છે. કોઈ 'લગભગ' માઈક્રોબ સૂર્યના તાપથી શેકાઈ જવાને બદલે સ્પેશક્રાફ્ટના ઊંચા તાપમાન હેઠળ બળી મરે, એટલું જ. એટલે તો ગુરુનો ક્રમાંક બે છે, દુનિયાઓના નાસાએ પાડેલા પ્રકાર મુજબ.
પણ, ગુરુનો એક ચંદ્ર પાંચમા - પ્રતિબંધિત પ્રકારનો છે. કોઈ શરતચૂકથી જૂનો તે ચંદ્ર પર તૂટી પડે તે નાસાને પોસાય નહીં.
આપણા સૂર્ય મંડળમાં પ્રતિબંધિત પ્રકારની દુનિયાઓ માત્ર ત્રણ છે, જેમાંની એક છે ગુરુના ૮૦ (અને હજી ગણવામાં રહી ગયા હોય તેવા બીજા) ચંદ્રોમાંની એક- યુરોપા.
માઈકલ ફેરાડેએ પૃથ્વીનું ગુરુત્વિય ક્ષેત્ર શોધ્યું હતું, જેવું ગુરુ ફરતે પણ છે. આપણે જો દ્રશ્ય પ્રકાશને બદલે રેડિયો તરંગોની આંખે ગુરુને જોઈએ તો આપણને પણ તે દેખાય છે. ગુરુનું એ
ગુરુત્વિય ક્ષેત્ર ઘણું શક્તિશાળી છે, ૧૮,૦૦૦ ઘણું મોટું પણ ખરું.
સોલર વિન્ડ કહેવાતા વીજભારીત પરમાણુઓ માટે તે એક મોટ્ટી જાળ છે. તેના કારણે ગુરુના ઉત્તર- દક્ષિણ ભાગ ફરતે ઑરોરા (સુમેરુ જ્યોતિ) દેખાય છે- જેવી પૃથ્વીના ધૃવીય ભાગે દેખાય છે.
કલ્પના કરો, ગ્રહોના મહારાજાની સાવ નજીક રહેવું - નાનકડી યુરોપા અને તેની બહેનો માટે કેવું હશે!
ગુરુની જબરજસ્ત ગુરુત્વિય પકડ યુરોપાને એટલી ગાઢ રીતે લપેટે છે કે આવનારા ૪૦૦ કરોડ વર્ષ સુધી તો તેનો છૂટકારો શક્ય નથી. ગુરુએ તેને એવી તાણી રાખી છે કે તેની ચામડી ઉતરડાઈ રહી છે. તેની ત્વચાનું ફાટવું આપણે જોઈ -સાંભળી શકીએ છીએ. ગુરુત્વાકર્ષણથી પ્રતાડિત દુનિયાનો અવાજ. તેને ટાઈડલ ફ્લૅક્સિંગ કહે છે. યુરોપા પર ફક્ત ગુરુ જ નહીં, તેની બહેનોય જોર મારે છે.
સૂર્યની ઉષ્માથી ૮૦૪૬૭૨૦૦૦ કિલોમીટર આઘે, પૃથ્વી કરતાં પાંચ ગણા અંતરે હોવા છતાં યુરોપાને ટાઈડલ ફ્લૅક્સિંગ હૂંફાળી રાખે છે. તેની વેરવિખેર સપાટી નીચે, પૃથ્વીના સૌથી ઊંડા મહાસાગર કરતાં દસ ગણો ઊંડો મહાસાગર છે.
શનિ ગ્રહોના પ્રકારમાં બીજા ક્રમાંકનો છે. તેના વાયુ પટ્ટાઓમાંથી પસાર થનાર જીવનનું બચવું અસંભવ છે. તે પટ્ટાઓ ઝાઝું કરીને ઍમોનિયાથી બનેલા છે. તે પટ્ટા- વિંટીઓની નીચે પાણીની વરાળ છે. શનિનો ચંદ્ર ટાઈટન પણ બીજા પ્રકારની દુનિયા છે. શનિની માફક ત્યાં પણ આપણને જીવનનો સામનો થવાની શક્યતા નહિવત્ છે. સિવાય કે જીવનની જે આપણી ધારણા છે, કલ્પના છે, તેના કરતાં ત્યાંનું જીવન સાવ જ જુદું હોય. તે સંજોગોમાં પૃથ્વી પરના જીવનનું કોઈ પણ સ્વરૂપ ત્યાંના જીવનને નુકસાન પહોંચાડી શકે તેની સંભાવના ય શૂન્ય છે.
હવે જોઈએ પ્રતિબંધિત પ્રકારની વધુ એક દુનિયા.
વિલિયમ હર્ષલે અવકાશી મહાસાગરમાં ઘણે ઘણે ઊંડે જઈ જોયું હતું, તેના પહેલાં એટલે ઊંડે કોઈ નહોતું ગયું.
તેનો પુત્ર જ્હૉન પણ એવો જ પ્રતિષ્ઠિત ખગોળ શાસ્ત્રી બનવાનો હતો. -(આપણે તેને કૉસ્મોસના પહેલા ભાગમાં મળ્યા છીએ.)
વિલિયમ હર્ષલની બહેન કૅરોલીન પણ તેની આગવી રીતે વિશ્વ પ્રસિદ્ધ ખગોળ શાસ્ત્રી હતી. વૈજ્ઞાનિક તરીકે વેતન મેળવનાર તે પહેલી સ્ત્રી હતી. તેની ઊંચાઈ ચાર ફૂટ ત્રણ ઈંચ હતી. દસ વર્ષની ઉંમરે તેને ટાઈફસ (એક ચેપી રોગ) થયો હતો. તેને કારણે તેની ડાબી આંખની દ્રષ્ટિ ક્ષમતા ઓછી થઈ ગયેલી અને તેની શારીરિક વૃદ્ધિ અટકી ગયેલી. અને છતાં તેણે પોતાના સમયની સીમાઓ વિસ્તારી હતી.
કૅરોલીને એક શોધપત્ર પ્રસિદ્ધ કર્યું હતું - 'નિહારિકાઓની સૂચિ અને તારાઓનાં ઝૂમખાં' - ભાઈ વિલિયમના નામે. આખરે તે વર્ષ ૧૮૦૨ હતું.
તેનો ભત્રીજો, જ્હોન, ફોઈના કામને આગળ વધારી 'નવી સામાન્ય સૂચિ- New General Catalogue ' રચવાનો હતો. આજે પણ ઘણા ખગોળીય પિંડ NGC ક્રમાંકથી ઓળખાય છે.
પિતા સાથે જ્હોન ટૅલિસ્કોપમાંથી તાક્યા કરતો. "જરાક પૂર્વમાં અને એક અંશ ઉત્તરે ગોઠવ, દિકરા."
"ઓહ! આ તો મેં અગાઉ ક્યારેય નથી જોયું. તે શું નવો તારો છે, પિતાજી?"
"ના, નવો ચંદ્ર. મેં તેનું નામ શનિ-ર પાડ્યું છે."
"ના, પિતાજી. આ નામ બરાબર નથી."
"તો તું નામ પાડ."
જ્હૉને તે ચંદ્રનું નામ પાડ્યું ઍનસિલાડસ- ગ્રીક દંતકથા પ્રમાણે પૃથ્વી અને આકાશનો વિશાળકાય પુત્ર.
ઍનસિલાડસે બ્રહ્માંડ પર સત્તા મેળવવાના મહાભારતમાં દેવી ઍથેના સામે યુદ્ધ કરેલું.
ભાગ :૧૦: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_17.html
No comments:
Post a Comment