મનમાં ફફડાટ છે. હ્રદય ઝડપથી ધમધમે છે. જ્યાં પહોંચવું હતું તે રસ્તા માટે પનો ટૂંકો પડ્યો છે. પણ, મારે આટલી ચાદરમાં જીવન નથી ખૂંટાડવું.થીગડાં મારીશ, અને એ દેખાય એનો ય વાંધો નથી. બસ, ચાદર થોડી લાંબી,પહોળી અને હુંફાળી કરવી છે.
આ નોકરી શબ્દશ: નોકરી છે. કામ અઘરું નથી, રીત અઘરી લાગે છે. નવી રીત અને નવી ભાત છે એટલે. મારામાં ખરબચડાપણું છે, ના હોય તો નવાઇ. અહીં લીસ્સા માણસો સાથે લીસ્સી સફાઇથી પેશ આવવાનું છે. કરોડરજ્જુ છે એટલે સાવ ઢળી પડવું ફાવતું નથી. કરોડ ઉપરના ગોળાને ફીણી મધ્યમમાગૅ નિતારું છું.
ટૂંકી ચાદરમાં થોડી હૂંફ ઉમેરાય એટલો પગાર છે. આ પગથીયું પહેલું. લપસ્યા વગર લીસ્સા બનવાનું. તાલીમ આપનાર ખુશ છે મારા પર. ઝડપથી શીખું છું : સ્માઇલ આપવાનું, ખાનાર અંજાય એ રીતે પીરસવાનું, ગ્રાહકની ઉદ્દંડતાને ભોળપણ તરીકે ગ્રાહકને ગળે ઉતારવાનું, ગુલામની જેમ ગ્રાહકના બાળકોને વચ્ચે- વચ્ચે રમાડી લેવાનું, શૂન્ય આંખે ચહેરાને ભાવભયોૅ રંગવાનું, "થૅન્ક યુ મદામ", "ગુડ ડે સર" કહેવાનું. તાલીમ આપનાર ટીપ અંગે કઇ બોલતા નથી. પણ, મેં મારી મેળે તેની રીત શીખી લીધી છે.
ટૂંકી ચાદરની આસપાસ બોલાશ ઘણી છે. ઘોંઘાટ જેવા તે અવાજ બૅરાની નોકરી લીધા પછી ગમવા લાગ્યા છે. ઊંઘતી વેળાએ તો તે જાણે મધુર પશ્ચાદભુ સંગીત છે. ઉતાવળા અવાજો, ખખડાટ ને ખડખડાટ, બધું હવે મધુરું લાગે છે.
ઇટરીના વાતાનુકુલીત ખંડમાં સતત ધીમું સંગીત વાગે છે. દર કલાકે પુનરાવતિૅત થતા નિશ્ચિત ધ્વનિ તરંગો માથાના ચોક્કસ ભાગ પર નિયત સમયે ટપકતી પાણીની બુંદ જેવાં વાગે છે. એકધારાપણું સંગીતની રંગત ખાઈ ગયુ છે આ ઇટરીમાં.
ગાહકો ય એકધારા ઘાટનાં આવે છે, બિંબાઢાળ. ઢંડાગાર. રુઆબદાર. માલદાર. પણ, આ જોડી જુદી છે. હુંફાળી. જ્યારે આવે, વાતો સાથે આવે. પાડોશના અકડુ-અજાણ્યા ટેબલને ય બોલાવે. મૅનેજર જવાબદેહીથી ધૂંધવાય અને છતાં એમના સવાલો પર હસી પડે. જ્યાં આંખ ફેરવે, વાતો ઠાલવી દે. નવાઇ લાગે, કોઈ ઇલેક્ટ્રિક કામળાવાળાને બધાની ચાદર હેમખેમ છે એમ જોવાનો અને એથી રાજી થવાનો રસ આટલો એકધારો ય હોઇ શકે !
તેઓ કદી ટીપ નથી આપતા. એટલે, એમને સેવા પૂરી પાડવાની તક મને આસાનીથી મળી રહે છે. મને ખબર છે, એક દિવસ હું પણ એમના જેવી ટીપ આપનાર થનાર છું.

No comments:
Post a Comment