22.7.12

ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે



ઈવા હુંફાળા પાણીથી સ્નાન માટે ટેવાયેલી છે. અમારે કેટલાંક દિવસ એવાં સ્થળે રહેવાનું બન્યું કે જ્યાં ગરમ પાણી મેળવી શકાય એમ નહોતું. પહેલાં દી એ પાણી અડતાં જ એ આખ્ખી થથરી. એટલે મનેય સહેજ દોષ ભાવના થઇ. પણ પછી જોયું કે એને શારીરિક નુકસાન,બીમારી થાય એવું પાણી નહોતું. અને આમ પણ, ઠંડા પાણીથી સ્નાનના ફાયદા જાહેર છે , તો...,


મેં શરુ કર્યું ગીત : ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે !

હજી અઠવાડિયા પછી ઘરે પણ ઠંડા પાણીથી નહાવાની ચાહ જારી છે, નહાવાય છે.

એવામાં વિચાર આવ્યો કે ચાલ એ ગીત તેને બતાવું.

ગીત જોયું, એને બતાવવા યોગ્ય અને આખું અત્યારે શીખવવા યોગ્ય ના લાગ્યું.

એટલે એક બે અંતરા ભેગાં કરી એક અંતરો બનાવી કાઢ્યો, હું ઉપાડું અને ઈવા પંક્તિ પૂરી કરે, ઉપલબ્ધ સરંજામને તબલાં બનાવી ને...

ગાના તો ગાના હી ચાહિયે ના !


No comments: